"જય જવાન કિમલોપ કિસાન કેન્દ્ર જય કિશાન"

અમારો ઉદ્દેશ્ય
ખેડૂત અમારા માટે ભગવાન સમાન છે.
ખેડૂત પોતે ભૂખ્યો રહીને બીજાના પેટ ભરે છે એટલેજ ખેડૂતને " જગતના તાત " નું બિરુદ આપવામાં આવ્યું છે.
કણ વાવીને મણ પેદા કરવાની જો કોઈની તાકાત હોઈ તો એ એકજ " ખેડૂત " છે. જે પોતાનો પરસેવાનું સિંચન કરીને અનાજ પેદા કરે છે.
અમે વધારે ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ અમારી પ્રાથમિકતા છે.
શા માટે અમને પસંદ કરો?
આપણો દેશ ખેતી પ્રધાન છે આમ છતાં ખેડૂતો ની હાલત દયનીય છે. ખેડૂતો માટે ખેતી દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે ત્યારે અમે ખેડૂતો ને ખેતી માં વધુ માં વધુ ઉપયોગી થવાના મિશન સાથે "કિમલોપ કિસાન કેન્દ્ર" ની સ્થાપના કરી છે. અમારો મુખ્ય હેતું ખેડૂતો ને સરકારી યોજનાઓ સાથે જોડીને તેને લાભાન્વિત કરવાનો છે. તે માટે અમારા દ્વારા ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા મથકો પર "કિમલોપ કિસાન કેન્દ્ર" શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અમે આ "કિમલોપ કિસાન કેન્દ્રો" પરથી ખેડૂતો ને બજારભાવ કરતા સસ્તા અને સારી ક્વોલિટી વાળા ખેત ઓજાર પૂરા પાડીશું સાથે સાથે તેને સરકારી યોજનાઓ સાથે જોડીને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ રહીશું. ખેડૂતો ને શુદ્ધ બિયારણ, ખાતર અને દવાઓ વાજબી ભાવ થી ઉપલબ્ધ બને તે પણ અમારી કાર્ય યોજના માં સમાવિષ્ટ છે. અમો "કિમલોપ કિસાન કેન્દ્ર" દ્વારા "કિસાન થી કોમ્યુનિટી" યોજના અંતર્ગત ખેડૂતો ની તમામ ઉપજો માટે વચેટિયાઓ ની બાદબાકી કરી સીધા જ બજાર માં ખેડૂતો નુ ઉત્પાદન પ્રવેશ માટે પણ કામ કરી રહ્યાં છીએ જેથી કિસાન ને તેની ઊપજ નાં પોષણક્ષમ ભાવ મળે જેથી ખેડૂત અને ખેતી સમૃધ્ધ બને. કિંમલોપ કિસાન કેન્દ્ર ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં ઉપયોગી થતી અન્ય સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.
બજાર ભાવ કરતા સસ્તા દરે
ખેતીવાડીમાં ઉપયોગી થતી સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતભાઈઓને આપવામાં આવશે.
ખેતીવાડીની માહિતી
ખેડૂતભાઈઓને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.
ખેડૂતભાઈઓને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા
ખેડૂતભાઈઓને ખેતીવાડીમાં સહાયરૂપ થાય તેવી નવી ટેકનોલોજીની માહિતી અમારી વેબસાઈટ તથા એપ્લિકેશન પરથી મેળવી શકશે.
અમારો ઉદ્દેશ્ય
અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેતી ને સમૃધ્ધ કરી ને ખેતી ને નફાકારક બનાવામાં માટે નો છે.