ગુજરાતમાં દ્વાક્ષની ખેતી

ગુજરાતમાં દ્વાક્ષની ખેતી

દ્રાક્ષ એ અગત્યનો રોકડિયો પાક છે. તેની ખેતી ભુમધ્ય સમુદ્રના આસપાસના દેશોમાં ૨૦૦૦ વર્ષ પહેલાથી થતી આવે છે. આપણે ત્યાં છેલ્લાં ૨૦૦ વર્ષથી એની ખેતી કરવામાં આવે છે. દ્રાક્ષના વેલા હોય છે. એ વેલા વાવ્યા પછી ત્રણ વર્ષે ફળે છે. દ્રાક્ષ ઘણું કરીને બધા ખંડોમાં થાય છે. ભારતમાં પણ દ્રાક્ષની ખેતી થાય છે. દ્રાક્ષ મખ્યત્ત્વે લીલી, કાળી અને ધોળી એમ ત્રણ જાતની થાય છે. આ સર્વમાં ધોળી દ્રાક્ષ ઘણી મધુર હોવાથી મોંઘી હોય છે. વધારાની દ્રાક્ષની સૂકવણી કરવામાં આવે છે. બે દાણા, મુનકા, કિસમિસ વગેરે નામે સૂકી દ્રાક્ષ ઓળખાય છે. બેદાણા, કિંચિત ધોળા અને કિસમિસ ઘણું કરી બે દાણા જેવી પરંતુ નાની હોય છે. દ્રાક્ષ કોઈપણ પ્રકારની હોય એ રસભર્યું ફળ હોવાથી દ્રાક્ષ ખાવાથી પાણીનો શોષ ઓછો પડતોહોવાનું અનુભવે સમજાયું છે. દ્રાક્ષ ઉષ્ણ કટિબંધના દેશોમાં લોકોની ભૂખ અને તરસનું શમન કરવાને ઘણી ઉપયોગી થઈ પડે છે. દ્રાક્ષ પિત્તનાશક તથા રક્તવૃધ્ધિ કરનારી છે. હવામાન અને જમીન આ પાકને લાંબો અને ગરમ ઉનાળો તેમજ ઠંડો શિયાળો વધુ માફક આવે છે. ભેજવાળો ઉનાળો આ પાકને માફક આવતો નથી. ભેજ વગરની હવા અને આકાશમાં વાદળ વગરના ચોખ્ખા સૂર્યપ્રકાશવાળા દિવસો દ્રાક્ષના ફળમાં ખાંડનું પ્રમાણ સારૂં એવું વધારવામાં ઉપયોગી થાય છે. તેથી દ્રાક્ષના ફળ ખુબ જ મીઠ્ઠાં અને રસભર્યા થાય છે. તેમ છતાં જો ઉષ્ણતામાન જરૂર કરતાં વધારે ગરમ થઈ જાય તો ફળની છાલ જાડી થઈ જાય છે. દ્રાક્ષનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે જેવી કે કાંકરીવાળી રેતાળ, રેતાળ ગોરાડુ, કાંપવાળી જમીનમાં પણ આ પાક થઈ શકે છે. શરત માત્ર એટલી જ કે જમીનનો નિતાર સારો હોવો જોઈએ. સામાન્ય રીતે નિતારવાળી ગોરાડુ જમીન હોય તો તેમાં આ પાક સૌથી સારો થાય છે. જાતો દ્રાક્ષની દુનિયામાં આશરે ૧૦૦૦૦ જાતો છે જે પૈકી આપણા દેશમાં આશરે ૧૦૦૦ જાતોનું વાવેતર થાય છે. ભારતમાં મુખ્યત્વે બીજવાળ (અનાબેશાહી, બેંગ્લોર બલ્યુ, કાર્ડિનલ, ગોલ્ડ) અને બીજ વિનાની એમ બે પ્રકારની જાતોનું વાવેતર થાય છે. જે પૈકી મહારાષ્ટ્રમાં થતી જાતોની ગુજરાત માટે પણ ભલામણ કરી શકાય જેવી કે થોમસન સીડલે, શરદ સીડલેસ અને તાસ-એ-ગણેશ વગેરે. ગુજરાતમાં થઈ શકે તેવી બીજ વગરની જાતોની માહિતી અત્રે આપેલ છે. થોમસન સીડલેસ આ જાત આપણા દેશમાં દરેક જગ્યાએ સારી રીતે ઉગાડી શકાય છે. તે જાતના વેલા જુસ્સામાં મધ્યમ અને ફળના ઝૂમખા મધ્યમથી મોટા હોય છે. આ જાત ખાવામાં સારી છે. શરદ સીડલેસ આ જાત પાકે ત્યારે ખાવામાં મધુર, લાંબા આકર્ષક સોનેરી ફળ અને ફળની સંગ્રહશક્તિ સારી છે. અન્ય જાતો ડીલાઈટ, કિસમિસ ચર્ની, કિસમિસ બેલી, પુસા સીડલેસ અને તાસ-એ-ગણેશ વગેરે. સંવર્ધન દ્રાક્ષનું વાવેતર મુખ્યત્વે કટકા કલમ અને ગ્રાફટીંગ દ્વારા એમ બે રીતે કરવામાં આવે છે. તે પૈકી કટકા કલમ મુખ્ય છે પરંતુ જો મૂલકાંડનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો ટેબલ ગ્રાફટીંગનો ઉપયોગ કરવામાં આવે છે. રોપણી પાક રચના પ્રમાણે ૬૦ સે.મી./૬૦ સે.મી./૬૦ સે.મી.ના ખાડા તૈયાર કરો અને ઉપરના અડધા ખાડાની માટી અલગ રાખો. તે ખાડાદીઠ અલગ રાખેલ માટીમાં, માટી જેટલું જ સેન્દ્રિય ખાતર અથવા ૧૫થી ૨૦ કિલો સેન્દ્રિય ખાતર, ૫૦૦ ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ, ૨૫૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ અને ૧૦૦ ગ્રામ ૧૦% બીએચસી પાઉડર ભેળવી ખાડ ભરો અને તેના ઉપર પાણી આપો જેથી માટી જેટલી નીચે બેસવી હશે તેટલી નીચે બેસી જશે. ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટમાં ખાડાના મધ્યભાગમાં એક વર્ષ જૂના મૂળવાળી કટકા કલમ રોપવી. ખાતર ૧. ૩-૫ વર્ષના વેલાને વર્ષમાં ૫૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૩૫૦ કિ.ગ્રા. પોટાશ હેક્ટરદીઠ આપવાં જોઈએ. ૨. ૫ વર્ષથી ઉપરના વેલાને વર્ષમાં ૫૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન + ૫૦૦ કિ.ગ્રા. ફોસ્ફરસ + ૧૦૦૦ કિ.ગ્રા. પોટાશ હેક્ટર દીઠ આપવો જોઈએ. તાલીમ દ્રાક્ષના વેલાને એક જ થડ વધવા દઈ જરૂર પ્રમાણે દોઢ થી બે મીટરની ઊંચાઈ બાદ મંડપ પદ્ધતિ અથવા ટેલિફોન પધ્ધતિ પ્રમાણે તાલીમ આપી તૈયાર કરવા. છાંટણી સામાન્ય રીતે વર્ષમાં બે વખત માર્ચ-એપ્રિલ અને ઓક્ટોબર-નવેમ્બર માસમાં છાંટણી કરવામાં આવે છે. માર્ચ-એપ્રિલની છાંટણીમાં પેટા શાખા પર એક આંખ રાખવામાં આવે છે અને ઓક્ટોબર-નવેમ્બરની છાંટણીમાં દ્રાક્ષની જાત પ્રમાણે આંખો રાખી છાંટણી કરવામાં આવે છે. દા.ત. 'થોમસન સીડલેસ' જાતમાં ૬થી ૮ આંખો રાખવામાં આવે છે. પિયત દ્રાક્ષને જરૂર પ્રમાણે પાણી આપવું જોઈએ. પરંતુ ફળધારણથી માંડીને ફળ પાકે તે દરમિયાન જમીનની જાત પ્રમાણે ૭-૧૦ દિવસના અંતરે પિયત આપવું જોઈએ. નીંદામણ વર્ષમાં બે થી ત્રણ વાર ખેડ અને જરૂરિયાત પ્રમાણે નીંદામણ કરતા રહેવું જોઈએ. પાક સંરક્ષણ-ઉત્પાદન સામાન્ય રીતે હેક્ટરે ૨૫થી ૩૦ ટન ઉત્પાદન મળે છે. જીવાતો દ્રાક્ષની ચાંચડી અને થ્રિપ્સ તેના નિયંત્રણ માટે ૫૦૦ મિ.લિ. મેલાથીઓન (૫૦ ઈસી) ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરો. બેબી કોર્ન નું વાવેતર કેવી રીતે અને ક્યારે કરવું ? જાણવા માટે અહીં ક્લિક કરો રોગો એન્થ્રેકનોઝ આ રોગમાં પાન ઉપર ભૂખરા-કાળા ડાઘા પડે છે. તેના નિયંત્રણ માટે ૦.૨ ટકા બાવિસ્ટનનો છંટકાવ કરવો. ભૂકી છાંટો ફૂગથી આ રોગ થાય છે. સફેદ-ભૂખરા રંગની ફૂગ હોય છે જે ફળ પાન વગેરે ઉપર હૂમલો કરે છે. આ ખતરનાક ફૂગના નિયંત્રણ માટે ૦.૨ ટકા સલ્ફરનું દ્રાવણ બનાવીને એના બેથી ત્રણ છંટકાવ ૫-૭ દિવસના અંતરે કરવા જોઈએ.

Dailyhunt

વધુ માહિતી માટે  https://m.dailyhunt.in/news/india/gujarati/all+gujarat+news-epaper-algujnw/gujaratama+dvakshani+kheti+kem+thay+chhe-newsid-n149055554